પ્રસારણ

જો આપ ઓનલાઇન ટીવી ચેનલ, ઇન સ્ટોર રેડિયો સ્થાપવા ઇચ્છો છો કે લાઇવ ઇવેન્ટ કવરેજ કરાવવા ઇચ્છો છો તો અમે એ બાબતે આપને સંપૂર્ણ સહાય કરી શકીએ એમ છીએ.

પ્રસારણ પત્રકારો અને નિર્માણકર્મીઓની અમારી પોતાની મોટી અને કાર્યક્ષમ ટીમને લીધે અમે આપની પ્રસારણ સંબંધી નાની કે મોટી કોઇપણ પ્રકારની જરુરિયાતને પૂરી કરવા માટે હરહંમેશ તૈયાર છીએ.

અમારા નિષ્ણાતો અને અન્ય વિશ્વસનિય સહયોગીઓની મદદથી આપને માટે વિભિન્ન રમતગમત આયોજનો પૂરી કમેન્ટ્રી સાથે સંપૂર્ણ કે ત્રણ મિનીટના રેડિયો કે ટીવી બુલેટિન તત્ક્ષણ અને કિફાયત દરે બનાવી શકીએ એમ છીએ.

આ સિવાય, અમે વ્યાપક સ્તર ઉપર થનારા એ પ્રસારણોને પણ શક્ય બનાવીએ છીએ કે જેના માટે લાઇટિંગ, ઓ.બી. બાહ્ય પ્રસારણ સાધનસામગ્રી તથા મંચ ઇત્યાદિની જરુરિયાત રહે છે.