કમેન્ટ્રી (વૃત્તવર્ણન)

આઈસીએસ ખાસ કરીને, રમતગમતની કમેન્ટ્રી અને પ્રસારણ કરવા બાબતે વિશેષ મહારથ ધરાવે છે.

અમે સ્વતંત્રપણે ‘ઓફ-ટ્યુબ’ સ્ટુડિયો કમેન્ટ્રી પણ કરી શકીએ છીએ કે જેમાં અમારા પ્રસારકો વિડીયો ફૂટએજ નો ઉપયોગ માહિતીસ્ત્રોત તરીકે કરીને મૂળ ઓડિયો આઉટપુટ પૂરો પાડે છે. અમે કોપીરાઇટસ્ ધરાવનારાઓ સાથે સત્તાવાર ફીડસ્ને વ્યાવસાયિક રીતે પ્રસારિત કરવા માટે પણ કામ કરી શકીએ છીએ.

બુકીઓ માટે બેટિંગ અનુભવ વધારવા અને રમતમાં પન્ટિગને પ્રોત્સાહિત કરવા માટે કમેન્ટ્રી એક અગત્યનું પરિબળ છે જ્યારે કે તે લોકપ્રિય ટેલિફોનિક સેવાઓ અને રેડિયો એપ્સ માટે પણ ઉપયોગી હોય.

અમે ઇગ્લિશ પ્રિમિયર લીગ, ચેમ્પિયન્સ લીગ અને અન્ય યુરોપિયન ફૂટબોલ લીગ્સ તથા મહત્ત્વની આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટસ્ જેવી બધી જ મેચીસ માટે સ્વતંત્રપણે કમેન્ટ્રી પૂરી પાડીએ છીએ. અમે યુ.કે. ઘોડાદોડ કમેન્ટ્રીના સત્તાવાર ડિસ્ટ્રીબ્યુટર્સ છીએ જે અમે જીબીઆઇ સાથેની અમારી ભાગીદારીને કારણે જરુરી કોઇપણ ભાષામાં પૂરી પાડી શકીએ છીએ અને અમે રગ્બી વર્લ્ડ કપ તથા એશિસ ક્રિકેટ જેવી મહત્ત્વની રમત આયોજનની પણ કમેન્ટ્રી આપીએ છીએ.

અમે ક્ષણેક્ષણની ટેક્સ્ટ કમેન્ટ્રી પણ પૂરી પાડીએ છીએ જે એમના રસાળ પ્રવાહ અને બાંધી રાખતી રજૂઆતની શૈલીને કારણે માહિતીપ્રદ અને મનોરંજક નીવડે છે. દરેક રમતની બધી જ અગત્યની ઘટનાઓ જેવી કે ગોલ્સ, રેડ કાર્ડસ્, યલો કાર્ડસ્ અને ખેલાડીઓની ફેરબદલી સહિતના કુલ 60 ઉપરાંતના સરેરાશ અપડેટસ્ આપવામાં આવે છે. અમે આ ઉપરાંત મેચના મહત્ત્વના મુદ્દાઓ તરફ પણ ધ્યાન ખેંચીએ છીએ કે જેમાં ટેક્ટીક્સ, ફોર્મ, સારી અને ખરાબ રમતનો સમય અને મહત્ત્વના નિર્ણાયક નિર્ણયોનો સમાવેશ થાય છે.

જ્યારે અમારો આકર્ષક રેડિયો શો ફૂટબોલ લાઇવ બધી જ અગત્યની યુરોપિયન લીગ્સના લાઇવ સ્કોર્સ અપડેટ્સ, મેચના પ્રિવ્યૂઝ અને અહેવાલ તમારા માટે દર શનિવાર અને રવિવારે બપોરે રજૂ કરે છે.