અનુવાદ સેવાઓ

આઇસીએસ કંપનીઓ તથા વ્યક્તિગત રીતે વિવિધ ભાષાઓમાં વ્યાવસાયિક અનુવાદ અને પ્રૂફરીડિંગની સેવાઓ પૂરી પાડે છે. અમે તમામ ઉદ્યોગ ક્ષેત્રોમાં દસ્તાવેજોથી માંડીને વેબસાઇટ સુધીના અનુવાદ કરીએ છીએ અને નિર્ધારિત લક્ષ્યાંકિત ભાવકો માટે વિવિધ લેખનશૈલીમાં લખાયેલી સામગ્રી પૂરી પાડીએ છીએ.

અમે નિયત દેશ માટેની સામગ્રી ઉપરાંત નિશ્ચિત પ્રદેશો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને માર્કેટિંગ વ્યૂહરચનાઓમાં મદદ કરવાનું કામ પણ કરીએ છીએ. અમારી વ્યાવસાયિકોની ટીમ સમજે છે કે ગ્રાહકો માટે એકદમ ચુસ્ત સમયસીમામાં કામ કરવું પડી શકે છે એટલે તેઓ એકદમ લવચીક, કાર્યક્ષમ અને વ્યક્તિગત સેવાઓ બિલકુલ સ્પર્ધાત્મક દરે પૂરી પાડે છે.