સંલગ્ન

સંલગ્ન માર્કેટિંગ એ તમારા વ્યવસાયમાં નવા ગ્રાહકો જોડવાનો સૌથી કિફાયત માર્ગ હોઇ શકે. અમારી પાસે કુશળ અને અનુભવી સંલગ્ન માર્કેટિંગ કરનારા લોકોની આંતરિક ટીમ છે જેઓ તમારા હાલના સંલગ્ન ભાગીદારોને જાળવી રાખવામાં અને વધારવા ઉપરાંત તમારા નવા સંલગ્ન કાર્યક્રમો કરવામાં મદદરુપ બની શકે એમ છે.

અમારા ટીમના નિષ્ણાત વિશેષજ્ઞો ભરતી અને વ્યવસ્થાપન સંલગ્ન તથા મહત્તમ સંખ્યામાં સંભવિત ભાગીદાર વેબસાઇટસ્ સુધી પહોંચવા માટે સક્ષમ છે, જે તમને સંલગ્ન પાયો નાંખવામાં અને એને વિસ્તારવામાં મદદરુપ બનશે.

આઇસીએસ ખાતે, અમે તમારી જરુરિયાત મુજબની બધી જ સેવાઓ આપી શકીએ એમ છીએ અને તમારા સંપૂર્ણ કે વિભાગીય અભિયાનને તમારી જરુરિયાત મુજબ સુપેરે ગોઠવી આપી શકીએ એમ છીએ. અમે વિવિધ ભાષાઓ અને અગણિત પ્રદેશોમાં પણ આમ કરી શકીએ એમ છીએ.

અમે ઘણી મોટી શ્રેણીના ઉદ્યોગોમાં નિષ્ણાત છીએ, જેમાં ગેમિંગ, વીમો, આર્થિક બાબતો, ટેલિકોમ, પ્રવાસન, રમતગમત અને રિટેલનો સમાવેશ થાય છે. અમે સ્પષ્ટરૂપે પરિણામલક્ષી અને હંમેશા કિફાયત એવા ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના પ્રકલ્પો ઉપર કાર્ય કરી શકીએ છીએ.

અમે વિશેષ ગ્રાહકો માટે લાંબા સમયના અભિયાનો ઉપર અમારા મજબૂત સંબંધો, સંલગ્ન ઉદ્યોગ વિશેના જ્ઞાન અને માપનક્ષમ આંતરમાળખાને લીધે જબરજસ્ત સફળતા સાથે કાર્ય કર્યુ છે. આ કારણે અમે મજબૂત સંલગ્ન માર્કેટિંગની ઓફર આપી શકીએ છીએ જે વ્યક્તિગત ગ્રાહકની જરુરિયાત મુજબ પૂરી કરતી હોય.